વડોદરા ગ્રામ્ય એલ.સી.બી એ સાવલી માઇનોર કેનાલમાં છુપાવેલો લાખો નો દારૂ ઝડપી પાડ્યો

By Our Vadodara

Published

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી એ સાવલી માઇનોર કેનાલમાં છુપાવેલો લાખો નો દારૂ ઝડપી પાડ્યોવડોદરા ગ્રામ્ય એલ.સી.બી એ સાવલી માઇનોર કેનાલમાં છુપાવેલો લાખો નો દારૂ ઝડપી પાડ્યો



વડોદરા સાવલી વિસ્તારમાં ખાલી કેનાલમાં દારૂ સંતાડી વેચાણ કરતા બૂટલેગર વિરુદ્ધ વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. એ કાર્યવાહી હાથ ધરી હતી. LCB એ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સાવલી-ગોઠડા જતી ખાલી માઇનોર કેનાલમાં તપાસ હાથ ધરતા કેનાલમાંથી ₹3.11 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી કિરણ માળી કેનાલમાં દારૂ સંતાડી રાખી જરૂર મુજબ થોડો-થોડો જથ્થો ઘરે લાવીને વેચતો હતો. ત્યારે પાડેલ રેડ દરમ્યાન બૂટલેગર કિરણ માળી પોલીસ ને જોઈ ને જ ભાગી છૂટ્યો હતો. પોલીસે તેની બાઇક જપ્ત કરી સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




Browse all news articles