વસ્ત્રાપુર તળાવનું 'બ્યુટિફિકેશન' કે ભ્રષ્ટાચારનું 'બિનજરૂરી' પ્રદર્શન?
By Our Vadodara
Published

અમદાવાદના પશ્ચિમ વિસ્તારનું હૃદય ગણાતું વસ્ત્રાપુર તળાવ આજે તંત્રની બેદરકારીને કારણે 'ગંધાતું સરોવર' બની ગયું છે. ₹10 કરોડના ધૂમાડા બાદ પણ જો જનતાને શુદ્ધ હવાને બદલે ગટરની દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ મળતો હોય, તો આ વિકાસ કોના કામનો? બંધ પડેલા STP પ્લાન્ટ અને તળાવમાં ઠલવાતું ગંદુ પાણી સ્પષ્ટપણે ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. સુંદર દેખાતા વૉકિંગ ટ્રેક પર હવે નાક દબાવીને ચાલવું પડે છે, જે સ્માર્ટ સિટીના દાવાઓ પર એક મોટું પ્રશ્નાર્થચિહ્ન મૂકે છે.