રામદેવનગરમાં પાણીના ફુવારા: તંત્રની નિષ્ફળતામાં હજારો લીટર પાણીનો વેડફાટ!

By Our Vadodara

Published

રામદેવનગરમાં પાણીના ફુવારા: તંત્રની નિષ્ફળતામાં હજારો લીટર પાણીનો વેડફાટ!

એક તરફ જ્યારે લોકો પાણીના એક-એક ટીપા માટે તરસે છે, ત્યારે રામદેવનગરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર પાણીના ઉંચા ફુવારા ઉડ્યા હતા અને જોતજોતામાં હજારો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું. આ ભંગાણને કારણે સ્થાનિકોના ઘરોમાં પાણીની તંગી સર્જાવાની ભીતિ છે. શું તંત્ર આ વેડફાટ રોકવા યુદ્ધના ધોરણે કામગીરી કરશે કે પછી આમ જ કિંમતી પાણી રસ્તાઓ પર વહેતું રહેશે?

Browse all news articles