અમદાવાદ: કાળમુખી કારે છીનવ્યો દંપતીનો સાથ, બલોલનગર બ્રિજ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
By Our Vadodara
Published
.jpg?alt=media&token=b7b50d3c-8faf-499e-af32-0111cb9645fe)
અમદાવાદના રાણીપ વિસ્તારમાં મોડી રાતે એક એવી ઘટના બની જેણે માનવતાને હચમચાવી દીધી છે. બલોલનગર બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ દંપતીને પૂરપાટ ઝડપે આવતી કારે પાછળથી એવી જોરદાર ટક્કર મારી કે દંપતી સીધું બ્રિજ પરથી નીચે પટકાયું. આ ભયાનક અકસ્માતમાં યુવકે ઘટનાસ્થળે જ દમ તોડ્યો, જ્યારે તેની પત્નીએ હોસ્પિટલના બિછાને જિંદગીની જંગ હારી ગઈ. એક બેદરકાર ડ્રાઇવિંગે હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. હાલ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ ઘટના ફરી એકવાર શહેરના રસ્તાઓ પર વધતી જતી સ્પીડ અને જોખમી ડ્રાઇવિંગ સામે લાલબત્તી ધરે છે.