ચાલુ પિક્ચરે સિનેમાની છત પડી! બોર્ડર 2 જોતા દર્શકો માં નાસભાગ

By Our Vadodara

Published

ચાલુ પિક્ચરે સિનેમાની છત પડી! બોર્ડર 2 જોતા દર્શકો માં નાસભાગ

વલસાડના રાજહંસ સિનેમામાં ચાલુ ફિલ્મ દરમિયાન ચોકાવનારી ઘટના સામે આવી, ગતરોજ ‘બોર્ડર 2’ મૂવી ચાલી રહી હતી ત્યારે અચાનક છતનો ભાગ તૂટી પડતા થિયેટરમાં અફરાતફરી મચી ગઈ. દર્શકોમાં ભયનો માહોલ સર્જાતા તાત્કાલિક સમગ્ર થિયેટર ખાલી કરાવવામાં આવ્યું હતું. સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના બાદ સિનેમા સંચાલન અને પ્રશાસન દ્વારા સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Browse all news articles