અમદાવાદ લોહીલુહાણ: મિલકત ભૂખ્યા પુત્રએ માતાની હત્યા કરી, તો સરખેજમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયો લોહીનો ખેલ

By Our Vadodara

Published

અમદાવાદ લોહીલુહાણ: મિલકત ભૂખ્યા પુત્રએ માતાની હત્યા કરી, તો સરખેજમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયો લોહીનો ખેલ

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ભયજનક રીતે વધી રહ્યો છે, જ્યાં માનવીય સંબંધો લોહીના તરસ્યા બન્યા છે. મકરબા વિસ્તારમાં માત્ર મિલકત અને પૈસાના વિવાદમાં એક કળિયુગી પુત્રએ પોતાની જ જનેતાને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ, સરખેજમાં પત્નીના પૂર્વ પતિએ વર્તમાન પતિ પર છરીના ઘા ઝીંકીને તેની કરપીણ હત્યા કરી નાખી. 24 કલાકમાં બનેલી આ બેવડી હત્યાની ઘટનાઓએ શહેરની સુરક્ષા અને સામાજિક મૂલ્યોના પતનને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ બંને કિસ્સામાં આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ ચલાવી રહી છે.

Browse all news articles