અમદાવાદ એરપોર્ટ: જેદ્દાહથી આવેલી 4 મહિલાઓ પાસેથી ₹1.52 કરોડનું સોનું ઝડપાયું
By Our Vadodara
Published
.jpg?alt=media&token=1cb2cdfe-667a-47ed-930a-61d90eeccaec)
કસ્ટમ્સ વિભાગે અમદાવાદ એરપોર્ટ પર સોનાની તસ્કરીનો એક મોટો કીમિયો નિષ્ફળ બનાવ્યો છે. જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી કરોડોનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. 1 ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી આવેલી ‘અકાસા એર’ની ફ્લાઈટમાં મુસાફરી કરતી મહિલાઓના સામાનમાંથી સોનું મળી આવ્યું હતું.કસ્ટમ્સને છેતરવા માટે સોનાની 7 ચેઈન અને 7 બંગડીઓ પર રોડિયમનું કોટિંગ કરવામાં આવ્યું હતું, જેથી તે સોનું ન લાગે. કુલ 945.57 ગ્રામ (લગભગ 1 કિલો) સોનું જપ્ત કરાયું છે, જેની બજાર કિંમત ₹1.52 કરોડ થાય છે. મહિલાઓએ જણાવ્યું કે આ સોનું તેમને તેમની સાથે મુસાફરી કરી રહેલા એક ટ્રાવેલ એજન્ટે આપ્યું હતું. કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક અને ટ્રાવેલ એજન્ટની શોધખોળ હાથ ધરી છે.