અમદાવાદ: ફ્લાવર શોના છોડ હવે જનતા ખરીદી શકશે; જાણો ક્યાં અને કેટલા ભાવમાં મળશે

By Our Vadodara

Published

અમદાવાદ: ફ્લાવર શોના છોડ હવે જનતા ખરીદી શકશે; જાણો ક્યાં અને કેટલા ભાવમાં મળશે

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોના સમાપન બાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદર્શનમાં રાખવામાં આવેલા વિવિધ છોડ અને રોપાઓનું વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે રોપા ખરીદનાર ઈચ્છુક નાગરિક શહેરમાં આવેલી કોર્પોરેશનની ૪ મુખ્ય નર્સરીઓ પરથી આ રોપાઓની ખરીદી કરી શકશે. રોપાનો ભાવ તેની પ્રજાતિ મુજબ રૂ. ૧૦ થી લઈને રૂ. ૨૩૫/- સુધી રાખવામાં આવ્યો છે. ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી અલગ-અલગ જાતિના ફૂલ-છોડ અહીં ઉપલબ્ધ થશે.

Browse all news articles