રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો! અચાનક ઠંડી વધી

By Our Vadodara

Published

રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો! અચાનક ઠંડી વધી

રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલાં ઠંડી ઓછી લાગતી હતી પરંતુ અચાનક ફરી તાપમાનમાં ઠંડકનો અહેસાસ થયો છે. હવામાન વિભાગ મુજબ મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ હરિયાણા સુધી સક્રિય ટ્રફ સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં તાપમાનમાં અચાનક 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની સંભાવના છે, જ્યારે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું રહેશે.

Browse all news articles