વડોદરામાં આજે ભક્તિ, સંસ્કાર અને વિશ્વરેકોર્ડનો અનોખો સંગમ જોવા મળશે

By Our Vadodara

Published

વડોદરામાં આજે ભક્તિ, સંસ્કાર અને વિશ્વરેકોર્ડનો અનોખો સંગમ જોવા મળશે

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આજે ભક્તિ, સંસ્કાર અને વિશ્વરેકોર્ડનો અનોખો સંગમ જોવા મળશે. પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી નિમિત્તે BAPS સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય મહોત્સવ યોજાયો છે જેમાં બે રાજ્યના મુખ્યમંત્રી, 14 દેશોમાંથી 13 NRI અને બે લાખથી વધુ હરિભક્તોની ઉપસ્થિતિ રહી આ પર્વને ઐતિહાસિક બનાવશે. આ પ્રસંગે 15000થી વધુ બાળકો દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથના 315 શ્લોકોના મુખપાઠ બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના બે બહુમાન અર્પણ થશે.

Browse all news articles