વેજલપુર ની સગીરાનું ફ્રી ફાયર ગેમ રમતા રમતા થયું અપહરણ : પોલીસે યુવક ને ખડગપુર થી ઝડપી પાડ્યો

By Our Vadodara

Published

વેજલપુર ની સગીરાનું ફ્રી ફાયર ગેમ રમતા રમતા થયું અપહરણ : પોલીસે યુવક ને ખડગપુર થી ઝડપી પાડ્યો

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી સગીરાને ફ્રી ફાયર ગેમ રમતા રમતા પશ્ચિમ બંગાળના યુવક સાથેનો સંપર્ક ભારે પડ્યો હતો. ગેમ થકી સગીરા અને યુવક દોઢ વર્ષથી સંપર્કમાં હતા. આથી યુવક સગીરાને મળવા અમદાવાદ આવ્યો હતો. બાદમાં સગીરાનું અપહરણ કરીને તેને પશ્ચિમ બંગાળ લઈ જવાની કોશિશ કરવામાં આવી હતી.સગીરાના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ખડગપુર રેલવે સ્ટેશન પરથી યુવકને સગીરા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. સગીરાને તેના પરિવારજનોને સોંપી યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Browse all news articles