સુરત મેટ્રો: ટનલિંગના વાઇબ્રેશનથી 4 બિલ્ડિંગોમાં તિરાડો; રહીશોને હોટેલમાં શિફ્ટ કરાયા
By Our Vadodara
Published
.jpg?alt=media&token=043d79a2-b1f8-4011-b5b0-c42998cfc5f4)
સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રો રેલની કામગીરી હવે રહેણાંક વિસ્તારો માટે જોખમી બની રહી છે. ચોક બજાર વિસ્તારમાં મેટ્રો ટનલના ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે. ચોક બજારમાં ક્રાઇમબ્રાંચ અને જિલ્લા પંચાયત વચ્ચે TBM (ટનલ બોરિંગ મશીન) દ્વારા ચાલી રહેલા ખોદકામના વાઇબ્રેશનથી 4 રહેણાંક બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું છે. બિલ્ડિંગોની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક ખાલી કરાવી રહીશોને હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગને તૂટી પડતી બચાવવા નીચે લોખંડના ટેકા મારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મેટ્રોની કામગીરીને કારણે રોડ બેસી જવાની ઘટનાઓ બની છે. રહીશોમાં ભય સાથે તંત્રની નબળી કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.