ટેનિસ કોચે શિષ્યના જ ઘરમાંથી ₹12.20 લાખના દાગીના ચોરી ₹10 લાખમાં વેચી દીધા

By Our Vadodara

Published

ટેનિસ કોચે શિષ્યના જ ઘરમાંથી ₹12.20 લાખના દાગીના ચોરી ₹10 લાખમાં વેચી દીધા

અમદાવાદ સાયન્સ સિટીના ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા સિક્યુરિટી એજન્સીના માલિક ગૌરવ દીક્ષિતના ઘરે તેમના પુત્રના ટેનિસ કોચે જ લાખોની ચોરીને અંજામ આપ્યો છે. 19 ડિસેમ્બરે કોચ વૈદિક ગૌરવ દીક્ષિતના દીકરાને લેવા ઘરે આવ્યો હતો. બાથરૂમ જવાનું બહાનું કાઢી તેણે બેડરૂમમાંથી ₹12 લાખના સોનાના અને ₹20 હજારના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. દાગીના પોતાની પત્નીના હોવાનું ખોટું કહી કોચે તેના મિત્ર નેમ શાહ મારફતે શિવરંજનીના બી.જી. જ્વેલર્સમાં ₹10.09 લાખમાં વેચી દીધા હતા. મહત્વનું છે કે દાગીના ગાયબ થતા અને કોચનો ફોન સ્વીચ ઓફ આવતા શંકા ગઈ હતી. તપાસ કરતા તેના મિત્રએ દાગીના વેચ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારે આ કેસમાં સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Browse all news articles