અઠવા વિસ્તારમાં દિન દહાડે મારામારી : પોલીસએ હાથ ધરી તપાસ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=d775cbbd-e551-4623-9a16-aa680aafc34d)
સુરત શહેરના અઠવા લાઈન્સના હીજડા વાડ વિસ્તારમાં રસ્તા પર વાહન હટાવવા મુદ્દે કે પછી ઓવરટેક મુદ્દે બે પક્ષો વચ્ચે શરૂ થયેલી બોલાચાલી મારપીટમાં પરિણમી હતી. જેમાં 6થી વધુ લબરમુછીયા યુવાનો જાહેરમાં એકબીજા પર તૂટી પડ્યા હતા. આવેશમાં આવેલા આ યુવાનોએ જાહેર રસ્તા પર જ લાકડાની ફ્રેમ અને કમરના પટ્ટા વડે સામસામે હુમલા તેમજ એકબીજાના વાળ ખેંચીને, ધક્કામુક્કી કરીને અને લાતો મારીને હિંસા પર ઉતરી આવ્યા હતા. જાહેરમાં થયેલી આ મારામારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને આધારે અઠવા પોલીસે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની ઓળખ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.