રાજકોટમાં માલધારી ફાટક નજીક ‘વંદે ભારત’ ટ્રેનની અડફેટે 2 ના મોત

By Our Vadodara

Published

રાજકોટમાં માલધારી ફાટક નજીક ‘વંદે ભારત’ ટ્રેનની અડફેટે 2 ના મોત

રાજકોટના ગોંડલ ચોકડી પાસે આવેલા માલધારી ફાટક નજીક વંદે ભારત ટ્રેન આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે સોમનાથથી અમદાવાદ જઈ રહેલી ‘વંદે ભારત’ ટ્રેનની અડફેટે ત્રણ યુવકો આવી જતાં બેના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ અડફેટે આવેલા ત્રણેય પરપ્રાંતીય યુવાનો કારખાનામાં મજૂરી કામ કરતા હતાં. બનાવની જાણ સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસને કરવામાં આવતા કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અકસ્માતનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

Browse all news articles