₹3,595.70 કરોડનું રાજકોટ મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂ

By Our Vadodara

Published

₹3,595.70 કરોડનું રાજકોટ મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂ

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે પાલિકા દ્વારા આજે કુલ ₹3,595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં આવક–ખર્ચની વિસ્તૃત રૂપરેખા સાથે આગામી વર્ષોની કર આવકના લક્ષ્યાંકો પણ નક્કી કરવામાં આવ્યા છે. વર્ષ 2025–26 દરમિયાન શહેરના કુલ 4.07 લાખ કરદાતાઓ પાસેથી ₹347 કરોડની કર વસુલાત કરવામાં આવી છે, જ્યારે આ વર્ષની કર આવક માટેનું લક્ષ્યાંક ₹455 કરોડ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત આવનારા વર્ષ 2026–27 માટે પાલિકાએ કર આવકનું લક્ષ્યાંક વધારીને ₹596 કરોડ નક્કી કર્યું છે. જો કે મકાન વેરા બાબતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે જ રીતે વાહન વેરામાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

Browse all news articles