મનપા દ્વારા વિવિધ સરકારી કાર્યક્રમોમાં ફૂલોની સજાવટ-મહેમાનોના સ્વાગત માટે ટેન્ડર જાહેર

By Our Vadodara

Published

મનપા દ્વારા વિવિધ સરકારી કાર્યક્રમોમાં ફૂલોની સજાવટ-મહેમાનોના સ્વાગત માટે ટેન્ડર જાહેર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અવારનવાર યોજાતા સરકારી કાર્યક્રમો, સાંસ્કૃતિક ઇવેન્ટ્સ અને મહાનુભાવોના સ્વાગત માટે ફૂલોની સજાવટ તેમજ અન્ય ડેકોરેશન પાછળ અંદાજે રૂ.95 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ હેતુ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણેય ઝોન સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ — માટે એકસાથે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. બે વર્ષના લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં અગાઉના વર્ષોના અનુભવ અને જરૂરિયાતને ધ્યાને રાખીને બજેટ ફાળવવામાં આવ્યું છે.

Browse all news articles