ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ખાતે ‘એરબસ સેન્ટર ઓફ એક્સેલન્સ’નું ઉદ્ઘાટન
By Our Vadodara
Published
.jpg?alt=media&token=e1d491cd-32b5-401e-8cd1-e89b59657a16)

વડોદરાના લાલબાગ સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ખાતે એરબસ સેન્ટર ઓફ એક્સેલન્સનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ સેન્ટરનું ઉદ્ઘાટન એરબસના ભારત અને દક્ષિણ એશિયાના યોગેન વેસ્ટરમીયર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સેન્ટર આગામી સમયમાં મ્યુનિસિપલ પ્લાસ્ટિક વેસ્ટમાંથી એરક્રાફ્ટ માટે ઇંધણ તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કાર્યક્રમ દરમિયાન મંચ પર ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કરી નવીન ટેકનોલોજી અને ટકાઉ વિકાસ પર ભાર મૂક્યો હતો.