મકરપુરામાં યુવતી ચોથા માળેથી મોતની છલાંગ લગાવી! સીસીટીવી સામે આવ્યા
By Our Vadodara
Published
.jpg?alt=media&token=bb31e5ef-afdb-4f9f-b112-616fb42d76f1)

વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મકરપુરા સ્થિત હવેલી રેસકોમ એપાર્ટમેન્ટમાં રહેતી 20 વર્ષીય યુવતીએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી. નીચે પડતા યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 31મી જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં જોરદાર અવાજ સાંભળી આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા. યુવતીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેણીને બચાવી શકાયી ન હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.