ચંપક નગરમાં મોડી રાત્રે 3 તસ્કરો 120 કિલો ચાંદીની ચોરી કરી થયા ફરાર

By Our Vadodara

Published

ચંપક નગરમાં મોડી રાત્રે 3 તસ્કરો 120 કિલો ચાંદીની ચોરી કરી થયા ફરાર

રાજકોટના ચંપક નગરમાં 120 થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરીની મોટી ઘટના સામે આવી છે. અતુલભાઈ પટેલ નામના વેપારીના પરિચિત બિપિનભાઈના ઘરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. રાતના અંધારાનો લાભ લઈ ચોરો ઘરની અંદર ઘૂસ્યા હતા, જ્યાં 1 કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના પર હાથફેરો કરી કારમાં ફરાર થયા હતા. ઘટનાની જાણ બિપિનભાઈએ વેપારી અતુલભાઈ પટેલને કરી હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસ અને ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી. જેના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરો સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, આટલી મોટી ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે

Browse all news articles