9 ડાયરી જેમાં પોલીસની હપ્તાખોરીનું રહસ્ય? SMCની રેડ બાદ હવે તત્કાલીન PI પૃથ્વીરાજસિંહ જાડેજા સસ્પેન્ડ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=4a86479c-5f86-40a3-8b26-74bdb9acf55d)

લક્ષ્મી દેસાઈ કાંડની હજી શાહી સુકાઈ નથી ત્યાં પોલીસ વિભાગને કોતરી રહેલા વધુ કેટલાક એવા જ ‘લક્ષ્મી’કાંતોનો પર્દાફાશ થઈ રહ્યો છે. તાજેતરમાં વડોદરાના વાઘોડિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા કરાયેલી મોટી કાર્યવાહી બાદ તત્કાલીન PI પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. વાઘોડિયા ગામના બસ સ્ટેન્ડ પાછળ વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હોવાની માહિતી આધારે SMCએ દરોડો પાડ્યો હતો, જેમાં ₹17 લાખનો દારૂ જપ્ત કરી બુટલેગર અને સપ્લાયર સહિત 9 શખ્સોને ઝડપી લેવાયા હતા. આ દરોડા દરમિયાન 10 વાહનો સાથે કુલ ₹41 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે સ્થળ તપાસમાં મળેલી 9 ડાયરીઓમાંથી કરોડોની લેવડદેવડના હિસાબો અને અનેક પોલીસકર્મીઓના ફોન નંબરો બહાર આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.