સ્મૃતિ vs જેમીમા! WPLની ફાઈનલ ગ્લેમરનો તડકો!
By Our Vadodara
Published
.jpg?alt=media&token=3234d0de-5baf-4033-8156-ab00310b7896)

વડોદરાના કોટંબીમાં આજે WPLની ફાઈનલ રમાશે, જ્યાં સ્મૃતિ vs જેમીમા વચ્ચે જંગ જોવા મળશે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના આ મહામુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ ટક્કર છે. ફાઈનલ જોવા માટે વડોદરાવાસીઓમાં એવો જબરદસ્ત ક્રેઝ છે કે સ્ટેડિયમની તમામ ટિકિટો ‘ટપોટપ’ વેચાઈ ગઈ છે. ફાઈનલ મેચ પહેલાં દર્શકોને મનોરંજનનો પણ જોરદાર ડોઝ મળશે. બોલીવુડની મલાઈકા અરોરા સહિત કલાકારો પોતાની અદાઓથી સ્ટેજ ગજવશે, જ્યારે પંજાબી સેન્સેશન તલવિંદર સિંગ પોતાના હિટ ટ્રેક્સથી સ્ટેડિયમમાં જોશ ભરી દેશે. 30 હજારથી વધુ દર્શકોની ભીડને ધ્યાનમાં રાખી પોલીસે પણ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે.