બહેનની છેડતીનો બદલો લેવા યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા
By Our Vadodara
Published
.jpg?alt=media&token=55a57e45-f3a7-4bdd-928e-7bb3746b2b66)
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક ફર્નિચરનું કામ કરતા ૪૩ વર્ષીય નિલેશ હરિભાઈ ધોકીયા પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભાઈ રમેશે નોંધાવેલી ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મહેશ દિનેશ જેઠવાને ગાંધીગ્રામ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે મૃતક નિલેશ તેની પરિણીત બહેનને મેસેજ કરીને હેરાન કરતો હોવાથી તેનો બદલો લેવા આ કૃત્ય કર્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.