અમદાવાદ-ગાંધીનગરવાસીઓને મોંઘવારીનો ‘કરંટ’: ટોરેન્ટ પાવર વસૂલશે ₹148 કરોડનો વધારાનો બોજો

By Our Vadodara

Published

અમદાવાદ-ગાંધીનગરવાસીઓને મોંઘવારીનો ‘કરંટ’: ટોરેન્ટ પાવર વસૂલશે ₹148 કરોડનો વધારાનો બોજો

અમદાવાદ અને ગાંધીનગરના વીજગ્રાહકો માટે આગામી દિવસોમાં વીજળી વાપરવી વધુ ખર્ચાળ બનવાની છે. ટોરેન્ટ પાવર દ્વારા ત્રણ અલગ-અલગ કેટેગરીમાં કુલ ₹148 કરોડ રૂપિયાનો જંગી બોજો ઝીંકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત પ્રતિ યુનિટ 17 પૈસા ‘રેગ્યુલેટરી ચાર્જ’ વસૂલવાની મંજૂરી GERC પાસે માંગવામાં આવી છે. ઉનાળાની શરૂઆત પહેલા જ આર્થિક બોજ વધવાની શક્યતાએ મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા વધારી છે, કારણ કે આ ચાર્જ મંજૂર થતા જ માસિક વીજબિલમાં સીધો ઉછાળો જોવા મળશે.

Browse all news articles