સુરત એરપોર્ટ પર હંગામો: એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ 10 કલાક મોડી પડતા મુસાફરો રોષે ભરાયા
By Our Vadodara
Published
.jpg?alt=media&token=fed1b036-d154-4a4f-b0a3-3f74376d4c14)
ડાયમંડ સીટીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-દિલ્હી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા 10 કલાક મોડી પડી હતી, જેને કારણે મુસાફરોએ સ્ટાફ સામે રોષ વ્યક્ત કર્યો હતો.મુસાફરોએ રિફંડ કે હોટલની સુવિધા સ્વીકારવાનો ઇનકાર કરી તાત્કાલિક બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. એરલાઇન્સની બેદરકારી પર સવાલ ઉઠાવતા મુસાફરોએ જણાવ્યું હતું કે કંપની પાસે કોઈ વૈકલ્પિક યોજના નથી. ઘણા મુસાફરોને દિલ્હી પહોંચીને આગળની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હતી, જ્યારે કેટલાકને મહત્વની મીટિંગ્સ હતી, જે આ વિલંબના કારણે રદ કરવાની ફરજ પડી હતી.