વેપારી બન્યો બુટલેગર: કાપડના ધંધા કરતા દારૂમાં વધુ આવક!

By Our Vadodara

Published

વેપારી બન્યો બુટલેગર: કાપડના ધંધા કરતા દારૂમાં વધુ આવક!

સુરતના રાંદેર વિસ્તારમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન ગૌરવ મંદાનાએ ધંધામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા ‘બુટલેગર’ બનીને દારૂના વેપલાનો શોર્ટકટ અપનાવ્યો હતો. જોકે તેનો આ ‘નવો ધંધો’ લાંબો ચાલ્યો નહીં અને રાંદેર પોલીસે બાતમીના આધારે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.પોલીસે શહેરના પોશ વિસ્તારમાં આવેલા તેના ફ્લેટમાં દરોડો પાડી દારૂ-બીયરનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેપારીની આ વિચારસરણી અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે.

Browse all news articles