અનુરાગ ઠાકુર વડોદરામાં જેટની બ્લુપ્રિન્ટ સાથે વિપક્ષ પર કર્યા તીખા પ્રહારો!
By Our Vadodara
Published
વડોદરા મહાનગર ભાજપના ઉપક્રમે બજેટને લઈ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાની મુલાકાતે આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુરાગ ઠાકુરે કેન્દ્રીય બજેટ 2026-27ના સમર્થનમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઉદ્યોગપતિઓ અને ડોક્ટરો સાથે સંવાદ કરી બજેટની દીર્ઘદ્રષ્ટિ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.
પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ બજેટ વિકસિત ભારતનો પાયો છે અને ખાસ કરીને વ્યાપાર જગત તથા મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જે દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જશે. સાથે જ તેમણે કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર ભારતની ભૂમિ સુરક્ષિત રાખવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશની સીમાઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.