લેવડ-દેવડની ડાયરીમાં કેટલા રાજ! બે કોન્સ્ટબલોની પણ બદલી!

By Our Vadodara

Published

લેવડ-દેવડની ડાયરીમાં કેટલા રાજ! બે કોન્સ્ટબલોની પણ બદલી!

વડોદરા જિલ્લામાં વાઘોડિયામાં થયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ આખું પોલીસ તંત્ર હચમચી ગયું છે. બસ સ્ટેન્ડ પાછળ વિદેશી દારૂના કટીંગમાંથી મળી આવેલી 9 ચોપડાની ડાયરીઓમાં પોલીસકર્મીઓના નંબર અને મોટા પાયે લેવડ-દેવડના ખુલાસા થયા બાદ હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે.
તત્કાલીન PI પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા બાદ હવે કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ (જીતુ)ને ભરૂચ અને પ્રદિપસિંહ વાઘેલાને અમદાવાદ બદલીના હુકમ આપવામાં આવ્યા છે. SMC રેડમાં ₹17 લાખનો દારૂ, 10 વાહનો સહિત કુલ ₹41 લાખની મત્તા જપ્ત કરવામાં આવી હતી અને 9 આરોપીઓ ઝડપાયા હતા. વાઘોડિયામાં પોલીસ અને બુટલેગર વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ થતાં પોલીસવડા કડક કાર્યવાહી કરી રહ્યા છે. લેવડ-દેવડની આ ડાયરીઓમાંથી હજુ વધુ રાજ બહાર આવવાની શક્યતા છે.

Browse all news articles