ગોંડલ ચોકથી કોઠારીયા તરફ જતી પાઈપલાઈનનો વાલ્વ તૂટતાં રસ્તામાં નદી વહી
By Our Vadodara
Published
.jpg?alt=media&token=f3e5b4b2-8963-4396-aca9-83b09c1f3915)
આજે રાજકોટ શહેરના પશ્ચિમ અને દક્ષિણ માં આવતા વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13ના 150 જેટલા વિસ્તારોમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. તો બીજી તરફ વહેલી સવારથી હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. ગોંડલ ચોકથી કોઠારીયા તરફ વિસ્તારમાં જતી પાઇપલાઇનના વાલ્વમાં ભંગાણ થતા હજારો લીટર પાણી રસ્તા પર વેડફાય ગયું છે. જેના કારણે રસ્તા પર પાણી ફરી વળતા ચોમાસાની ઋતુમાં વહેતા વરસાદી પાણી જેવા દૃશ્યો હાલ માં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના આ પાણી કાપ પાછળ મનપા દ્વારા મવડી પમ્પિંગ સ્ટેશન ખાતે મરામત અને ટેકનિકલ કામગીરી કરવાનું કારણ આપવામાં આવ્યું છે.