અંતે બરોડાડેરીમાં થશે ચૂંટણી! બરોડાડેરીની મલાઈદાર સતા માટે સહકારી રાજકારણ ગરમાશે!
By Our Vadodara
Published
.jpg?alt=media&token=e15e46c9-829e-4d47-a086-6b073f5ccc33)
વડોદરા જિલ્લાના સહકાર ક્ષેત્રમાં સૌથી મલાઈદાર માનતી બરોડાડેરીની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ બરોડા ડેરીની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. 18 માર્ચે સત્તાવાર રીતે ચૂંટણી યોજાશે. બરોડાડેરીની ચૂંટણીની જાહેરાત સાથે જ જિલ્લાના સહકારી નેતાઓએ કમર કસી દીધી છે. બરોડાડેરીની મલાઈદાર સતા માટે હવે જિલ્લા સહકારક્ષેત્રનું રાજકારણ ગરમાવો પકડી રહ્યું છે. આમ તો સહકારક્ષેત્રનું રાજકારણ ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ જ ચલાવતા હોય છે, જોકે બરોડાડેરીના વહીવટને લઈ ભાજપના ધારાસભ્યોનો વિરોધ ચર્ચામાં છે. ખાસ કરીને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડાડેરીમાં નવાજુની કરે તેવા એંધાણ છે.