ઢોંગી બાબા સતીષ ધામીએ દુ:ખ દર્દ દુર કરવાના 19 લાખ પડાવ્યા : ઢોંગી બાબા ની કરાઈ ધરપકડ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=a6718f9c-86dc-4d69-8f18-380c41746bf9)
રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા ઢોંગી બાબા સતીષ ધામીએ અમદાવાદના વેપારીનું દુઃખ દર્દ દૂર કરવા બહાને ઓસ્ટ્રેલિયા રહેતા વેપારી પુત્ર પાસેથી 24 લાખ પડાવી લીધા હતા. અહી થી નહિ અટકી ઢોંગી બાબા એ જો વધારે રૂપીયા નહીં આપો તો માતાજી કોપાયમાન થશે તેમ ધમકી આપી છેતરપિંડી આચરતાં ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેને આધારે પોલીસે ગુનો નોંધી આરોપી સતીષ ધામીની ધરપકડ કરી આરોપી પાસેથી કુલ 12.40 લાખનો મુદામાલ કબ્જે કરી તેનું બેંક એકાઉન્ટ સીઝ કર્યું છે. હાલ આરોપીને રિમાન્ડ ન મળતા જેલહવાલે કરવામાં આવ્યો છે.