વ્યાજખોરના ત્રાસે લીધો ભોગ: વીડિયો બનાવી મૃતકે જીવન ટુકાવ્યું
By Our Vadodara
Published
રાજકોટ શહેરના અમિત તન્ના નામના વ્યક્તિએ વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળી ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરતા પહેલા મૃતકે વીડિયો બનાવી પોતાની વ્યથા અને વ્યાજખોર ના નામનો ખુલાસો કર્યો હતો. મૃતકની પત્નીના જણાવ્યા મુજબ, તેમના પતિ એ લીધેલા રૂ.૧ લાખ ની સામે વ્યાજ સાથે રૂ.૬૦ હજાર ભરી દીધા હોવા છતાં ત્રાસ ચાલુ હતો. તેમજ મૃતક પાસેથી ૮ કોરા ચેક પડાવી લઇ તેમાં રકમ ભરી બેંકમાં નાખીને આરોપીએ કોર્ટમાં કેસ કરાવી દબાણ ઊભું કર્યું હતું. તદુપરાંત મૃતક ની રિક્ષા પણ છેલ્લા 3 વર્ષથી પડાવી લીધી હતી. તેમજ રૂ.૪૦ હજારના બાકી લેણાં સામે વ્યાજખોર જયદીપ હજુ પણ રૂ. ૩.૫ લાખની ગેરકાયદે માંગણી કરતો હોવાના આક્ષેપ મૃતક અને તેની પત્ની દ્વારા કરવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે વીડિયો અને પત્નીના નિવેદનના આધારે વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.