વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરી હાથ ધરાઈ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=85abd2b7-b87c-455c-9024-65801f307db3)
એમએસયુનિના ઝૂઓલોજી વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને એનજીઓ દ્વારા બે તબક્કામાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વેમાલીથી તલસટ સુધીના અંદાજે ૧૭ કિમી વિસ્તારને ૧૦ ઝોનમાં વહેંચીને મગરોના વસવાટવાળા સ્થળોએ ટીમો મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં ફેબ્રુઆરી-૨૦૨૫માં પણ મગરોની ગણતરી કરતા ૪૪૨ જેટલા મગરો જણાઇ આવ્યા હતા. જ્યારે ૧૦ વર્ષ પહેલાં વર્ષ-૨૦૧૫માં ઉપરોક્ત વિસ્તારમાં મગરોની ગણતરી કરવામાં આવી ત્યારે તેની સંખ્યા ૨૬૦ જેટલી હતી. જેથી નવા આંકડા આવશે તો મગરોની સંખ્યા લગભગ બમણી જેટલી થઈ જશે તેમ મનાય છે.