સુરતના પુણા ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=f312303c-be59-49d9-ae25-e908fe3ed4a4)
સુરતમાં ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે રવિવારે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાતામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિનો તાગ મેળવવા માટે ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.