પાલડીમાં ડોક્ટરને બ્લેકમેઈલ કરી પૈસા પડાવતા ગેંગ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=00d23692-652b-425e-b443-f89f02e36cac)
અમદાવાદના પાલડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટરને ધમકાવીને એક ગેંગના લોકોએ પૈસા પડાવ્યા છે. ડોક્ટરની કેબિનમાં બોડી મસાજ કરાવતા હોય તેવા સીસીટીવી ફૂટેજ મોકલીને 40 હજાર અને 35 હજાર જેવી રકમની માંગણી કરવામાં આવી હતી. ડોક્ટર ગભરાઈ જતા તેમણે ઓનલાઇન 5 હજાર રૂપિયા મોકલી આપ્યા હતા. જોકે બાદમાં આરોપીઓએ બ્લેકમેઈલ કરવાનું યથાવત રાખતા ડોક્ટરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.