૯ વર્ષથી નાસતા ફરતા પોક્સો ના આરોપીને ઝડપી પાડતી ઝોન–૩ એલસીબી
By Our Vadodara
Published
.jpg?alt=media&token=cb215755-4986-42a0-bdb5-436afc1bf79a)
વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો એક્ટ મુજબના ગુનામાં છેલ્લા ૯ માસથી નાસતો ફરતો આરોપી ઝોન–૩ એલસીબી દ્વારા તમિલનાડુ રાજ્યમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે શહેરમાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચના મળ્યા બાદ ઝોન–૩ એલસીબીની ટીમ સતત તપાસમાં લાગેલી હતી. આ દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ જાહેર કરાયેલ આરોપીનું ચોક્કસ ઠેકાણું મળતા માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમે તમિલનાડુથી આરોપી આદિત્ય શીવશંકર નીશાદને ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ માટે આરોપીને માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.