રાજકોટમાં LCBના દરોડામાં ભાજપના સભ્યની વાડીમાં નકલી દારૂની મિની ફેક્ટરી પકડાઈ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=210e1ddd-52c6-427c-80fd-026d74d465ac)
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને હાલના પીપરડી (વિંછીયા) બેઠકના ભાજપના મહિલા સદસ્યની વિંછીયાના અમરાપર ગામની સીમમાં આવેલી વાડીમાં એલસીબી ટીમે દરોડો પાડી નકલી અંગ્રેજી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે બે કિશોર સહિત કુલ ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે સૂત્રધાર મનાતો ભાજપ આગેવાનનો પુત્ર નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.