વરાછા ઝોન-એ વેરા વસૂલાતમાં પ્રથમ ક્રમે; કરચોરોમાં ફફડાટ

By Our Vadodara

Published

વરાછા ઝોન-એ વેરા વસૂલાતમાં પ્રથમ ક્રમે; કરચોરોમાં ફફડાટ

સુરત મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં વેરા વસૂલાતની કાર્યવાહી તેજ કરી છે. આ દરમિયાન પૂર્વ ઝોનના વરાછા ઝોન-એના આકારણી અને વસૂલાત વિભાગે કડક કાર્યવાહી કરીને સમગ્ર શહેરમાં ટકાવારી મુજબ પ્રથમ સ્થાન મેળવ્યું છે. મળતી માહિતી મુજબ, માત્ર એક દિવસની કામગીરીમાં વોર્ડ 18-ડીમાંથી રૂ. 25 લાખની રોકડ વસૂલાત કરવામાં આવી હતી તેમજ રૂ. 30 લાખથી વધુની એડવાન્સ ચેક પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી સીલિંગ ઝુંબેશના કારણે કરચોરોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.

Browse all news articles