નથુરામ ગોડસે નાટક દરમિયાન કોંગ્રેસનો ભારે વિરોધ; સ્ટેજ પર તોડફોડ, શો રદ

By Our Vadodara

Published

નથુરામ ગોડસે નાટક દરમિયાન કોંગ્રેસનો ભારે વિરોધ; સ્ટેજ પર તોડફોડ, શો રદ

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે નથુરામ ગોડસે પર આધારિત નાટક શરૂ થાય એ પહેલા જ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્ટેજ પર પહોંચી સેટમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે અને ગોડસેને મહિમાવંત બતાવવાનો પ્રયાસ સહન કરવામાં આવશે નહીં. કોંગ્રેસે ચેતવણી આપી હતી કે ગુજરાતમાં જ્યાં ક્યાંય આ નાટક થશે ત્યાં વિરોધ કરવામાં આવશે અને નાટક થવા દેવામાં આવશે નહીં. ભારે વિરોધના પગલે આયોજકો દ્વારા શો રદ કરી રિફંડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અંતિમ ક્ષણે શો રદ થતા આયોજકોએ નાટક જોવા આવેલા પ્રેક્ષકોની ક્ષમા માંગી હતી. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 40 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

Browse all news articles