મલ્ટીનેશનલ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મને ચૂનો લગાડતી ટોળકી ઝડપાઈ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=e5eb2eac-bfcf-4d86-84b8-2ee1655fcfb8)
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી કુરિયર પાર્સલ કંપનીમાં ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવેલા પાર્સલમાંથી અસલી સામાન કાઢી નકલી વસ્તુ મૂકી દેતી ટોળકીનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસે એવો પ્રવાહી પણ મળી આવ્યો છે જે ઈન્જેકશનમાં ભરીને પાર્સલ ખોલવા માટે ઉપયોગમાં લેવાતો હતો.
ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપી રામલાલ ગેહલોત, મનોજ માલી, ભરત સુંદેશા, વિશાલ પંચાલ અને વિશાલ બાવરીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 8 મોબાઇલ, 25 ડમી મોબાઇલ, ડમી ઈયરબડ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેન્સ, હેરડ્રાયર અને એક કાર સહિત લાખો રૂપિયાનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે. પોલીસે હવે આ ગેંગના ફરાર આરોપી રીશીપાલ ભાટી અને વિનોદની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ અમદાવાદ ઉપરાંત રાજસ્થાન, સુરત અને વડોદરામાં પણ છેતરપિંડીના ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે.