પાણીગેટ અને માંડવી સબ ડિવિઝનમાંથી 25 લાખની વીજ ચોરી ઝડપાઈ

By Our Vadodara

Published

પાણીગેટ અને માંડવી સબ ડિવિઝનમાંથી 25 લાખની વીજ ચોરી ઝડપાઈ

મધ્ય ગુજરાત વીજ કંપનીના વિજિલન્સ વિભાગ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફરી એક વખત દરોડા પાડીને રૂ. 25.37 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપી પાડવામાં આવી છે. પાણીગેટ અને માંડવી સબ ડિવિઝન હેઠળ બાવામાનપુરા, નૂરાની મસ્જિદ, બાવચાવાડ, રાજપુરાની પોળ, મોગલવાડા, જમનાબાઈ હોસ્પિટલ પાછળ, ગેંડા ફળિયા, પટેલ ફળિયા, દૂધવાળા મહોલ્લા, છીપવાડ અને સરસિયા તળાવ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. 24 ટીમો દ્વારા કુલ 872 વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 25 જોડાણોમાં વીજ ચોરી અને 6 જોડાણોમાં ગેરરીતિ પકડાઈ હતી. ચેકિંગ દરમિયાન 10 મીટર શંકાસ્પદ જણાતા તેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Browse all news articles