ચાર વર્ષની બાળકી સાથે અયોગ્ય વર્તન કરનાર આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=45281633-310b-465c-86d9-b9f38f8a551f)
માંજલપુર વિસ્તારના એક ફ્લેટમાં રહેતા આરોપીએ પાડોશમાં જ રહેતી ૪ વર્ષની બાળકીને રમવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ આરોપીએ બાળકી સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ છે. બાળકી ઘરે પરત જઈ આ બાબત માતા-પિતાને જણાવતા પિતાએ પાડોશી સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે.