રાજકોટ જિલ્લામાં SIRની પ્રક્રિયા હવે પૂર્ણતા આરે
By Our Vadodara
Published

રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR)ની પ્રક્રિયા હવે પૂર્ણતા તરફ પહોંચી છે અને ચોક્કસ ચકાસણી તથા મેદાની મહેનતના પરિણામે 100% સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રક્રિયા બાદ જિલ્લામાં કુલ 20.55 લાખ મતદારો નોંધાયા છે. દરમિયાન 3.25 લાખથી વધુ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જેમાં અવસાન પામેલા અને સ્થળાંતરિત મતદારોનો સમાવેશ થાય છે. સાથે સાથે લોકશાહીની શક્તિ વધારતી 29 હજારથી વધુ નવી અરજીઓ પ્રાપ્ત થઈ છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શિતા, જવાબદારી અને નાગરિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બની છે. સચોટ મતદાર યાદી એટલે મજબૂત લોકશાહી — આ દિશામાં રાજકોટ જિલ્લાએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.