વિશ્વામિત્રીના કિનારે મગરોનું 'સામ્રાજ્ય' કુલ 417 મગરો નોંધાયા
By Our Vadodara
Published

તાજેતરમાં થયેલી વૈજ્ઞાનિક ગણતરી મુજબ, વડોદરાની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં કુલ 417 મગરો નોંધાયા છે. નવાઈની વાત તો એ છે કે, નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના માત્ર 2 કિમીના પટમાં જ 103 મગરો બિરાજમાન છે! MS યુનિવર્સિટીના નિષ્ણાતોના મતે વડોદરા વિશ્વનું એકમાત્ર એવું શહેર છે જ્યાં લાખોની વસ્તીની વચ્ચે આટલી મોટી સંખ્યામાં મગરો સુરક્ષિત રીતે વસવાટ કરે છે. મેક્સિકો કે નાઈલ નદીમાં પણ આવું માનવ-મગર સહ-અસ્તિત્વ જોવા મળતું નથી.
મુખ્ય હાઈલાઈટ્સ પર એક નજર
ગણતરીની રીત: વન વિભાગ અને NGO દ્વારા દિવસે ડાયરેક્ટ સાઈટિંગ અને રાત્રે ટોર્ચ મેથડથી સચોટ ગણતરી.
ઝોન: 25 કિમીના પટને 10 ઝોનમાં વહેંચી ઝીણવટભરી તપાસ.
ટુરિઝમની તક: નિષ્ણાતો વડોદરાને 'ક્રોકોડાઈલ સિટી' જાહેર કરવાની અને તેને ટુરિઝમ સર્કિટ સાથે જોડવાની હિમાયત કરી રહ્યા છે.
વડોદરાની આ અજોડ વિશેષતા પર આપનું શું કહેવું છે? કોમેન્ટમાં જણાવો!