અમદાવાદ: શાળાની દાદાગીરી પર AMCનો હથોડો, ફૂટપાથ તોડવી પડી ભારે!
By Our Vadodara
Published
.jpg?alt=media&token=92faa8ca-c753-4442-84e7-70a1ee3038a9)
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ શાળાને પોતાની મનમાની કરવી મોંઘી પડી છે. શાળા દ્વારા જાહેર ફૂટપાથ તોડીને તેનો ઉપયોગ ખાનગી પાર્કિંગ તરીકે કરવામાં આવતો હતો, એટલું જ નહીં, AMCની માલિકીના પ્લોટ પર પણ ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. આ મામલે કડક વલણ અપનાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શાળાને ₹1 લાખનો દંડ ફટકારીને કાયદાનું ભાન કરાવ્યું છે. જાહેર મિલકતને નુકસાન પહોંચાડનારા તત્વો સામે તંત્રની આ કાર્યવાહી અન્ય સંસ્થાઓ માટે લાલબત્તી સમાન છે.