આકાશી સફરમાં સર્જાઈ ટેકનિકલ ખામી: મુંબઈથી સુરત આવતા હેલિકોપ્ટરનું પાલઘરના ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ!

By Our Vadodara

Published

આકાશી સફરમાં સર્જાઈ ટેકનિકલ ખામી: મુંબઈથી સુરત આવતા હેલિકોપ્ટરનું પાલઘરના ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ!




મુંબઈથી સુરત તરફ જઈ રહેલા એક હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા પાલઘરના એક ખુલ્લા ખેતરમાં તેનું તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પાયલોટની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે અને હેલિકોપ્ટરમાં સવાર ચારેય મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અચાનક ખેતરમાં હેલિકોપ્ટર ઉતરતા સ્થાનિક લોકોમાં પણ કુતૂહલ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું. સદનસીબે, સમયસૂચકતાને કારણે જાનહાનિ ટળી છે અને હાલ ટેકનિકલ ખામીના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

Browse all news articles