અજાણી લિંક પર ક્લિક ન કરો! તમારું બેલેન્સ ખાલી થઇ શકે છે?
By Our Vadodara
Published
.jpg?alt=media&token=0feaf66d-a954-4816-bc32-5685bbcabf42)
અજાણી લિંક પર ક્લિક ન કરો! તમારું બેલેન્સ ખાલી થઇ શકે છે?
વડોદરામાં સાયબર ઠગોએ ફરી એકવાર લાલચનું જાળ બિછાવીને એક શિક્ષિત યુવકને નિશાન બનાવ્યો છે. દિવાળીપુરા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવકે શેરબજારમાં વધુ વળતર મેળવવાની લાલચમાં ₹19.86 લાખ ગુમાવ્યા છે.
'રચના' નામની વ્યક્તિએ ટેલિગ્રામ પર પરિચિત હોવાનો નાટક કરી વિશ્વાસ જીત્યો અને ફોરેક્સ ટ્રેડિંગની લાલચ આપી શંકાસ્પદ લિંક મોકલી. લિંક ઓપન કરતા અસલ ટ્રેડિંગ સાઈટ જેવું પેજ દેખાયું જ્યાં રજિસ્ટ્રેશન બાદ લાખો રૂપિયા ગુમાવાયા.
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અજાણી લિંક પર ક્લિક ન કરો, SEBI માન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરો અને સાયબર ફ્રોડ થાય તો 1930 પર તરત કોલ કરો.