સલૂનમાં ચાલતી હતી દારૂની મહેફિલ!

By Our Vadodara

Published

સલૂનમાં ચાલતી હતી દારૂની મહેફિલ!

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. લક્ષ્મીપુરા વિસ્તારના ગાયત્રી હેર સલૂનમાં ગ્રાહકોના વાળ કાપવાના બદલે દારૂની મહેફિલ જામી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મહેફિલમાં ભંગ પડ્યો હતો.લક્ષ્મીપુરા પોલીસે સ્થળ પરથી જીજ્ઞેશ વાળંદ, હર્ષદ લિમ્બાચિયા, ચિરાગ લિમ્બાચિયા અને અનિરુદ્ધ વાળંદની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સૌથી મોટો સવાલ એ છે કે આ સલૂન સુધી દારૂ પહોંચાડનાર બુટલેગર કોણ છે? શું પોલીસ આ નેટવર્કના મૂળ સુધી પહોંચશે?

Browse all news articles