સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 5 એકરમાં પથરાયેલું બોટનિકલ ગાર્ડન બન્યું રિસર્ચ હબ

By Our Vadodara

Published

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 5 એકરમાં પથરાયેલું બોટનિકલ ગાર્ડન બન્યું રિસર્ચ હબ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલું બોટનિકલ ગાર્ડન હાલ વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રાકૃતિક ખેતી અને ઔષધીય વનસ્પતિઓના અનોખા સમન્વય સાથે આ ગાર્ડન હવે શિક્ષણની સાથે પ્રાયોગિક જ્ઞાનનું પણ મુખ્ય સ્ત્રોત બની રહ્યું છે.5 એકરના આ ગાર્ડનમાં જંગલી બદામ, મીઠો લીમડો, પારસ પીપળો અને નીલગિરી જેવા મેડિસિનલ પ્લાન્ટ ઉછેરવામાં આવ્યા છે. અહીં વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુલાબી-લીલી કોબી, ટામેટા, ગાજર અને રીંગણ જેવા શાકભાજીનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ઓર્નામેન્ટલ ફિશ ના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે 'પદ્મકુંડ' નું પણ નિર્માણ કરાયું છે, જેના માટે યુનિવર્સિટી ટૂંક સમયમાં સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરશે.

Browse all news articles