જો તમે આગામી સપ્તાહમાં પાવાગઢનો પ્લાન બનવતા હોય તો આ પોસ્ટ ચોક્કસ વાંચી લે જો!
By Our Vadodara
Published
.jpg?alt=media&token=78da3db4-0d3a-4bda-98ea-5ec835bb3d9c)
વડોદરાથી માત્ર 60 કિલોમીટર દૂર આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ કરોડો લોકોની આસ્થાનું અનન્ય ધામ છે અહીં સામાન્ય દિવસો સાથે શનિ રવિની રજામાં હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે રોપવેની સુવિધાથી મુસાફરોનો ભારે ધસારો રહેતો હોય છે ત્યારે આગામી સપ્તાહમાં જો તમે પણ યાત્રાધામ પાવાગઢ જવાના હોય તો જાણી લે જો કે આગામી 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી રોપવે સેવા સંપૂર્ણ રીતે બંધ રહેશે.ઉષા બ્રેકો કંપની લિમિટેડ દ્વારા જરૂરી મેન્ટેનન્સ કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આ છ દિવસ માટે યાત્રાળુઓને પણ રોપવે વિનાની જ યાત્રાનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.